Tuesday, August 28, 2012



દર્પણ સામે દર્પણમાં ચહેરો જોવા કાજે,
દર્પણ આગળ દર્પણ લટકાં કરે...

"ચિંતન ટેલર"

Thursday, July 5, 2012

"તું સાગર બને"



શાંતનીરા સમ આવે છે તું મારી કને,
મારગમાં હું મળું ને તું સાગર બને...

"ચિંતન ટેલર"

Wednesday, July 4, 2012

"માટીની ગંધ"



અત્તરથીય
વ્હાલી લાગે મને
માટીની ગંધ

"ચિંતન ટેલર"

Friday, November 11, 2011

"આખરે તમે માનસ તો ખરાને"



માણસ નામે ચિંતન માત્ર જીવે છે,
શરીર સાબુત છે,
આત્મા મરી પરવારીયો છે,
હું કબુલ કરૂ છું,
તમારૂ તમે જાણો...

ખીટીએ ટીંગાળેલું શરીર વલ્ખે,
રોજ સવારે ધંધે લાગે છે,
કેટલા ખીસ્સા આટરળી કાપે,
હું કબુલ કરૂ છું,
તમારૂ તમે જાણો...

માણસ શું આતો દેવને છેતરે,
દાનત બગડે તો સગા સબંધો તોડે,
લાખોનો આત્મા પૈસામા વેચે,
હું કબુલ કરૂ છું,
તમારૂ તમે જાણો...

જગથી ઉંધી ચાલો ચાલે,
સતરંજના ઘોડાને સરમાવે,
પળની છોડી ચોર્યાસીની માંડે,
હું કબુલ કરૂ છું,
મને ખબર છે તમે નઈ કરો...
આખરે તમે માણસ તો ખરાને???

"ચિંતન ટેલર"

Tuesday, September 27, 2011

"મજા અનેરી લાગશે"



નથી આદિલ, મરીઝ, શુન્ય, સૈફ કે ઘાયલ,
"ચિત" બની મરવાની મજા અનેરી લાગશે...

"ચિંતન ટેલર"

Tuesday, September 20, 2011

"સંબંધ"



કાલે પાછી તું!
તને ના પડી છતા તું!
તને કેવી રીતે સમજાવું કે તું
મારા માટે શું છે,
આજે હમણાજતો આપણે એકમેકથી
અલગ અલગ જુદી દીશામાં પગ માંડ્યા,
પણ મારાથી આગળ ન ચલાયું,
મે તને જોઈ
તું પણ ત્યાંજ ઉભી હતી,
મને થયું કહેવાનું કઈક બાકી હશે તારે,
એટલેજ તું ત્યાં ઉભી હશે,
હા હું સાચો હતો,
તું ત્યાં આપણો સંબંધ શું એ જાણવા ઉભી હતી,
પણ જ્યારે મનેજ ખબર નથી
પછી હું તને શું જવાબ આપું?
જીવનમાં જ્યારે દરેક સંબંધને નામ છે તો
આપણા સંબંધને પણ કઈક નામ તો હશેજ.
છતા મને થાય છે કે, નામ વગરજ જ્યારે
આપણો સંબંધ સારો છે,
તો તેને કોઈ નામ આપવાની જરૂર?

"ચિંતન ટેલર"

Saturday, September 10, 2011

"તોફાન સર્જીનેય શું ફાયદો???"



તારું ઝરમર ઝરમર વરસવું ગમે છે મને સખી,
ધોધમાર વરસીને તોફાન સર્જીનેય શું ફાયદો???

"ચિંતન ટેલર"